Skip to content

Gujarati

"Chalo Ram Bane" a spiritual awareness & enlightenment workshop inspired by "Arjun Uvacha: Chalo Ram Bane"

શ્રી રામ ના ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ ગુજરાત યાત્રાનો કચ્છથી થયો આરંભ

હાલમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબ (જીએલસીસી) અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અંજારના ગૂંજે ગીતા કેન્દ્ર ખાતે બાળકોમાં ભગવાન રામ જેવા ગુણોનું સિંચન કરતી ‘ચલો રામ બને’ કાર્યશાળાના પ્રથમ ચરણ સાથે પર્વ ફ્યુઝન બેન્ડ ની ગુજરાત યાત્રાનો થયો પ્રારંભ. જેમાં ૫૦ થી પણ વધુ બાળકોએ ભાગ લીધો.

Dr. Krupesh Thacker, Vacha Thacker & Parv Thacker received the "Atulya Varso Identity Award 2023-24" for their outstanding work in the field of Music and Literature.

એક જ પરિવારના ત્રણ કલાકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કાર્યો બદલ મળ્યો ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ’

ગાંધીનગર ખાતે યોજાયેલ ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ ૨૦૨૪’ માં કલા અને સાહિત્ય થકી સંસ્કૃતિનું સંવર્ધન કરી રહેલા કચ્છના નામી કલાકારો ડૉ. કૃપેશ ઠક્કર અને તેમના સંતાનો વાચા ઠક્કર અને પર્વ ઠક્કરને આ રાજ્ય કક્ષાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Vacha Thacker received a special honor for her book Sanatan Word Search by Karm Foundation and Gujarati Book Club.

બાળકોને પ્રેરણા આપતી કચ્છની બાર વર્ષીય લેખિકા વાચા ઠક્કર ને મળ્યું વિશેષ સન્માન

કચ્છની ઝળહળતી બાળ લેખિકા વાચા ઠક્કર ના ભારતીય સંસ્કૃતિ પર આધારિત પુસ્તક ‘સનાતન વર્ડ સર્ચ’ ને તેના ચાહકો તેમજ શાળાઓ અને વિદ્યાર્થી વર્ગનો બહોળો પ્રતિસાદ મળતાં ગુજરાતની જાણીતી સંસ્થાઓ કર્મા ફાઉન્ડેશન અને ગુજરાતી બુક ક્લબ એ અમદાવાદ ખાતે યોજાયેલ ‘પ્રથમ પુસ્તક સન્માન સમારોહ’ માટે સાહિત્ય અને કલા થકી બાળકોને પ્રેરણા આપતી વાચા ઠક્કર ને વિશેષ આમંત્રણ આપ્યું હતું. જેમાં આમંત્રિત મહાનુભાવો મિતલબેન પટેલ, દક્ષાબેન પટેલ અને રાધાબેન મહેતા સાથે સંસ્થાના અગ્રણી શ્રી સ્નેહલભાઈ પટેલ એ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી કચ્છની દીકરી વાચાનું સન્માન કર્યું.

શહીદ દિવસે પર્વ ફ્યૂઝન બેન્ડ એ શહીદોને સમર્પિત કર્યું ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીત

અંજાર-કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર અને બાળ કલાકારો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર એ માતૃભૂમિ માટે કુરબાન થયેલા શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને સ્વરાંજલી આપતા ‘હૈ નમન, શહીદો કો સલામ’ ગીતનું નિર્માણ કર્યું. જે ગિવ વાચા ફાઉન્ડેશનના હેરિટેજ પર્વ અંતર્ગત કૃપ મ્યુઝિક દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ થયું.

Dr. Krupesh Thacker awarded with "Sangeet Sahitya Ratna Award" Give Vacha Foundation

પૂજ્ય ગુરુમૈયા ડૉ. હરેશ્વરીદેવીજીને હસ્તે ડૉ. કૃપેશ ઠક્કરને મળ્યો ‘સંગીત-સાહિત્ય રત્ન ઍવોર્ડ’

હાલમાં જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજમાં આગવું સ્થાન ધરાવતા વ્યક્તિઓને વિશેષ સન્માન અર્પિત કરી પ્રેરણા અપાઈ રહી છે ત્યારે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે કચ્છના ઓમકારધામ ધ્યાનતીર્થ ખાતે કચ્છી અને ગુજરાતી સંગીત અને સાહિત્યને વિશ્વ સ્તરે ઉજાગર કરનાર ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ ઠક્કરને ગુરુમૈયા શ્રી હરેશ્વરીદેવીજીને હસ્તે ‘સંગીત સાહિત્ય રત્ન ઍવોર્ડ’ એનાયત થયો.

Vacha Thacker awarded with Bal Saraswati Award and Bal Shiromani Award

મહિલા દિવસ નિમિતે કચ્છની બાળ કલાકારા વાચા ઠક્કરને મળ્યું ‘બાલ સરસ્વતી’ અને ‘બાલ શિરોમણી’ પુરસ્કાર

હાલમાં મહિલા દિવસ નિમિતે સમાજમાં પ્રેરણા સ્તોત્ર બની રહેલ નારી રત્નોનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન થયું ત્યારે સંગીત, કલા, સાહિત્ય અને સમાજસેવા થકી વિશ્વભરમાં કચ્છનું નામ રોશન કરનારી બાર વર્ષીય ગાયિકા, અભિનેત્રી, લેખિકા, કવિયત્રી અને સમાજસેવિકા વાચા ઠકકરને નામાંકિત સંસ્થાઓ ઓમકારધામ ધ્યાનતીર્થ દ્વારા ગુરુમૈયા ડૉ. હરેશ્વરીદેવીજી ને હસ્તે ‘બાલ સરસ્વતી ઍવોર્ડ’ તથા ઓલ ઈન્ડિયા મલયાલી અસોશીએશનના વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી મોહન નાયર અને મહિલા અગ્રણી શ્રીમતી તુલસી સુજાન ના હસ્તે ‘બાલ શિરોમણી ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યું.

Women's Parv Puraskar Give Vacha Awards Dr. Krupesh Thacker Give Vacha Foundation

નારીઓની ઉન્નતિ માટે કાર્યરત કચ્છની મહિલાલક્ષી સંસ્થાઓને મળ્યા ‘વુમન્સ પર્વ પુરસ્કાર’

સમાજમાં નારીઓના સર્વાંગી વિકાસ અને ઉન્નતિ માટે સમર્પિત તથા શિક્ષણ, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહિલાઓના નેતૃત્વ હેઠળ સતત કાર્યરત એવી કચ્છની નામાંકિત સંસ્થાઓ ‘ગૂંજે ગીતા કેન્દ્ર’, ‘કાવ્ય નિર્ઝરી’,’વાર્તા વિહાર’ અને ‘માતૃછાયા કન્યા વિદ્યા મંદિર’ ને ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક તરફથી મહિલા દિન નિમિતે ‘ગિવ વાચા ઍવોર્ડ ૨૦૨૪’ અંતર્ગત ‘વુમન્સ પર્વ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યું.

Kutchi Yuva Kavi Sammelan Kutchi Sahitya Academy Give Vacha Foundation

કચ્છી સાહિત્ય અકાદમી અને ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે યોજાયું ‘કચ્છી યુવા કવિ સંમેલન’

ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત કચ્છી ભાષાના ઉત્થાન માટે સદા કાર્યરત એવી ‘કચ્છી સાહિત્ય અકાદમી’ અને સંસ્કૃતિનું સંવર્ધન કરવા દસ વર્ષથી સક્રિય સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છી યુવા કવિ સંમેલન’ નું ભુજના ટેન- ઇલેવન લોન્જ ખાતે આયોજન થયું. મહિલા દિવસ નિમિતે યોજાયેલા આ અવસરે સંયોજક ડૉ કૃપેશ નયના શશીકાંત એ અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશભાઈ જ્હા અને મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ પ્રત્યે આભાર વ્યક્ત કરીને શબ્દ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરી. તો ગિવ વાચાના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ ઉપસ્થિત સૌ મહેમાનો અને શ્રોતાઓને કચ્છી ભાષાને વધાવવા શુભકામનાઓ પાઠવી હતી.

Gujarat Children's Lit Fest Krup Literature Festival Dr. Krupesh Give Vacha Krup Music

અંજારના આંગણે યોજાયું ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’

વૈશ્વિક સાહિત્ય પર્વ રૂપે જ્યારે કૃપ લીટરેચર ફેસ્ટિવલ કચ્છના શહેરોમાં ઉજવાઇ રહ્યું છે, ત્યારે હાલમાં ગિવ વાચા સેન્ટર અંજાર ખાતે આ પર્વ અંતર્ગત ‘ગુજરાત ચિલ્ડ્રન્સ લીટરેચર ફેસ્ટિવલ’નું ભવ્ય આયોજન થયું. જેમાં વિવિધ શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા. આ ઉત્સવમાં બસો થી પણ વધુ બાળકો વાલીઓ સહિત જોડાયા અને ‘શબ્દવંદના’ સાથે સાત ભાષાઓની ગાયન, વાદન અને નૃત્યના મધ્યમથી વંદના કરી.

10th Anniversary Of "Valentine's Parv" Celebrated In Kutch Krup Literature Festival Dr. Krupesh Give Vacha Krup Music

‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવથી ઉજવાતા ‘વેલેન્ટાઇન્સ પર્વ’ ની દસમી વર્ષગાંઠ કચ્છમાં ઉજવાઇ

અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓ, સ્વયંસેવકો, સાહિત્યકારો અને બાળકો માવતરો સાથે ‘વેલેન્ટાઇન્સ પર્વ’ની દસમી વર્ષગાંઠ ઉજવવા માધાપર ખાતે શ્રી હરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. દસ વર્ષ પહેલાં અમેરિકાથી પરત થયેલા રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ વર્ષ ૨૦૧૪માં સૌ પ્રથમ આ પાશ્ચાત્ય દિવસને ‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવ સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ૭ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ‘વેલેન્ટાઇન્સ પર્વ’ રૂપે ઉજવી યુવાવર્ગને સનાતન સંસ્કૃતિ તરફ વળવાની પહેલ કરી હતી. જેમાં તેમણે ‘ક્યાં છે કાનો’ આલ્બમ લોન્ચ કરી સીતા-રામ અને રાધા-શ્યામને પ્રેમના આદર્શ પ્રતિક ગણાવ્યા હતાં.