સ્ત્રી મનની મનસા – Manjula Ghela

About Poetry

“સ્ત્રી મનની મનસા” is a poem by poet Manjula Ghela. The poem is a part of the “Naari Hai Narayani: Yatra Naryastu Pujyante” poetry compilation book published under the Shabd Vandana project on account of Women’s Parv 2023.


સ્ત્રી મનની મનસા

હું સર્વથા ન અન્ય પર નિર્ભર હોઉં,
સ્વતંત્ર અસ્તિત્વ મારું પોતાનું હોય.
વહેંચતી જ રહેવાની લાગણી મારે?
એક ભાવ વિશ્વ મારું પોતાનું હોય.
વાંચે હરેક બનું જો ખુલ્લી કિતાબ,
એકાદ બંધ પાનું મારું પોતાનું હોય.
વહેંચી શકું જ્યાં ક્ષણે ક્ષણ મારી,
પ્રેમાળ હૈયું કોઈ મારું પોતાનું હોય.
વણ કહેલી વાત જે સમજે સ્વયં,
એવું સ્વજન એક મારું પોતાનું હોય.
ખર્ચતી રહું પર કાજે જીવન મારું,
સંબંધે હેમ મૂલ્ય મારું પોતાનું હોય.
અનાયાસે આવી વસે આંખે ‘ઊર્મિ’,
એવું પ્રાણ પ્રિય સપનું મારું પોતાનું હોય.


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES