Skip to content

તું કહે તો – Anjali Sevak

  • by

About Poetry

Anjali Sevak
Anjali Sevak

“તું કહે તો” is a poem by poet Anjali Sevak. The poem is a part of the “Bansari Naad” poetry compilation book published under the Shabd Vandana project on account of Gita Jayanti Parv 2022.


તું કહે તો

તું કહે તો રાધા થઇ જાઉં, તું કહે તો મીરા થઇ જાઉં.
તુજ સંગથી મળે સાયુજ્ય,
તને પામવા ભવપાર થઇ જાઉં.

વૃંદાવનની ધૂળ બની, તુજ ચરણોની છાપ થાઉં,
ઘાસ કેરું તૃણ બની કરતી રહું તુજ પાદ્સ્પર્શ.
બની ચાખડી સેવા કરું, પાદ્પંકજને વારી જાઉં.

બનું પુષ્પ જે તું હાથ ધરે, બનું કંકણ જે તું ધારણ કરે,
બનું એ વૃક્ષ ડાળખી જે ગ્રહી તું ક્રીડા કરે.
બનું વાંસળી જે તું અધરે ધરે,તને પામવા વીંધાઈ જાઉં;

તું કહે તો રાધા થઇ જાઉં, તું કહે તો મીરા થઇ જાઉં…


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES