Skip to content

મા યાદ આવી… – Dr. Pushpak | Top 100 Poems For Mother’s Day

  • by

ABOUT POETRY

“મા યાદ આવી…” is a Gujarati poem Written by poet Dr. Pushpak Bhavnaben Goswami. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabda Vandna project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Dr. Pushpak to his mother Mrs. Bhavnaben Goswami on the occasion of Mother’s Day 2023.

Poetry Written by: Dr. Pushpak Bhavnaben Goswami
Poetry Dedicated to: Mrs. Bhavnaben Goswami

મા યાદ આવી…

થયો ફૂલોનો સ્પર્શને, એની કોમળતા યાદ આવી,
કોણ જાણે કેમ આજે, મને મારી મા યાદ આવી…

એ.સી. માં રહેવા છતાં, નથી મળતી એ ઠંડક હવે,
એનાં પાલવમાં મળતી જે, એ શીતળતા યાદ આવી…

શબ્દો પણ ડંખે છે હવે, આ મતલબી દુનિયાનાં,
મીઠો ઠપકો આપતી જે, તેની મધુરતા યાદ આવી…

છોડી તેનો સાથ સદા, નીકળ્યો’તો સુખને શોધવા,
ખુદને મળ્યો એકલો તો, તેની એકલતા યાદ આવી…

નથી માણી શકતો હવે, હૂંફ ને લાગણી તેના હૈયાની,
બળ્યો હશે જીવ કેટલો, તેની વિવશતા યાદ આવી…

આથી વિશેષ શું લખું હું, શબ્દો થકી માતૃવંદના કરું,
લખતાં ખૂટ્યા શબ્દો મારા, ને તારી મમતા યાદ આવી…

વાંચો જો ગઝલ ને થાય, કે આમ જ વહેતી રહે ગઝલ,
તો સમજો કે તમને પણ, તમારી પ્રેમાળ મા યાદ આવી…


TO SUBMIT YOUR POETRY CLICK HERE


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES