About Poetry

“હા ! હું આજની નારી” is a poem by poet Dolly Manek. The poem is a part of the “Naari Hai Narayani: Yatra Naryastu Pujyante” poetry compilation book published under the Shabd Vandana project on account of Women’s Parv 2023.
હા ! હું આજની નારી
હા! હું આજની નારી
ક્યાંક ચમકતી, ક્યાંક રઝળતી,
મતભેદો સાથે સતત સંઘર્ષ કરતી,
હા! હું આજની નારી.
પગભર ઉભતી,
ઘર પણ સંભાળતી,
ભાગતી દોડતી જિંદગીમાં
પળભર માટે જીવતી, હા! હું આજની…
ક્યાંક અથડાતી, ક્યાંક ગભરાતી,
અભિમાની સાથેના ટકરાવમાં,
સ્વાભિમાન ના છોડતી, હા! હું આજની…
ક્યાંક નિર્દોષ હસતી,
ક્યાંક આંખોમાંથી જ્વાળા ફેંકતી,
દમનકારી સામે જજુમતી
અડીખમ ઊભતી, હા! હું આજની…
લાગણી પ્રેમ વરસાવતી,
માત્ર શબ્દોની ઝંખના રાખતી,
પ્રેમરૂપી શબ્દો પામી હરખથી છલકાતી,
હા! હું આજની નારી.
NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.