Skip to content

માતૃપ્રેમ પ્રાગટ્ય – Maulesh| Top 100 Poems For Mother’s Day

  • by

ABOUT POETRY

“માતૃપ્રેમ પ્રાગટ્ય” is a Gujarati poem Written by poet Maulesh Manjula Pandit. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabda Vandna project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Maulesh Pandit to his mother Mrs. Manjula Pandit on the occasion of Mother’s Day 2023.

Poetry Written by: Maulesh Manjula Pandit
Poetry Dedicated to: Mrs. Manjula Pandit

માતૃપ્રેમ પ્રાગટ્ય

સોસીયલ મીડિયા પર તો આજ માતૃપ્રેમ જોવા મળ્યો,
જાણવા મળ્યું મધર્સ ડે છે, એટલે સૌને માતૃપ્રેમ ઊભરાયો.

જોઇ મને પણ મા પ્રત્યે પ્રેમ જતાવા નો ઉમળકો જાગ્યો,
મોબાઇલ બાજૂ મુકી, મા સાથે નો મારો ફોટો શોધવા લાગ્યો.

પત્ની બાળકો મિત્રો સાથે ના ફોટાનો આલ્બમ જોવા મળ્યો,
પણ ના જોવા મળ્યો એકેય ફોટો મા ની સાથે નો મળ્યો!

છેવટે તેના બેસણા માં રાખેલો ફોટો શોધવા લાગ્યો,
બહુ મહેનત બાદ માળિયા માંથી શોધી કાઢ્યો.

ઉપર જામેલી ધૂળ સાફ કરી ને મા નો ફોટો સાફ કર્યો,
ને મા ના ફોટા ને હૈયે વળગાડી ને સેલ્ફી પાડ્યો.

પાછો વચ્ચે ના નડે એટલે ફોટાને અભરાઈ એ ચઢાવ્યો,
પછી સેલ્ફી ફોટા ને સોસીયલ મીડિયા માં મૂક્યો.

ને “I love u , I miss u ma “ નો ક્વોટ લખ્યો,
સાથે સાથે દુખ જતાવા રડતો ઇમોજી મુક્યો.

પછી તો આખો દિ લાઇક કોમેન્ટ જોવા ટટળાયો,
એટલો તો મા ના દેહાંત વખતે પણ નહતો ટટળાયો!


TO SUBMIT YOUR POETRY CLICK HERE


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES