About Poetry

“ઢીંગલી” is a poem by poet Dr. Krupesh Thacker. The poem is a part of the “Naari Hai Narayani: Yatra Naryastu Pujyante” poetry compilation book published under the Shabd Vandana project on account of Women’s Parv 2023.
ઢીંગલી
આંગણ અજવાળું મારું કરે ઢીંગલી;
લાવી દિવાળી મારા ઘરે દિકરી;
લક્ષ્મીજી પધાર્યા બની વ્હાલી દિકરી;
લાવી દિવાળી મારા ઘરે ઢીંગલી;
દિકરી મારી દિકરી મારા હૈયા નો ધબકાર;
અંતરની ઊર્મિને વાચા તે આપી;
પિતાના હૃદયમાં કેવી મમતા તે સ્થાપી,
રોમ રોમ રણઝણતું કરે ઢીંગલી,
લાવી દિવાળી મારા ઘરે ઢીંગલી;
દિકરી મારી દિકરી મારા હૈયા નો ધબકાર;
દિકરી મારી દિકરી, તું વહાલનો વરસાદ…
ભીંજાઉ લાગણીમાં હું, વરસે જો તારો સાદ…
NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.