Vishwambhari Stuti

LYRICS (GUJARATI)

વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દુર કરી સદબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||1||
ભુલો પડી ભવરણે ભટકુ ભવાની,
સુઝે નહી લગિર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||2||
આ રંકને ઉગરવા નથી કોઈ આરો,
જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો
ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો,
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||3||
મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||4||
હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી (છકેલો)
દોષો થકી દુષિત ના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||5||
ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો ||6||
રે રે ભવાની બહુ ભૂલ થઈ છે મારી,
આ જિંદગી થઈ મને અતિશય અકારી
દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો ||7||
ખાલી ન કોઈ સ્થળ છે વીણ આપ ધારો,
બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||8||
પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતિ પણ હું તમારો
જાડયાંધકાર દુર કરી સદબુદ્ધિ આપો,
મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||9||
શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે
વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||10||
શ્રી સદગુરુના શરણમાં રહીને યજું છું,
રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું
સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||11||
અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ||12||

LYRICS (ENGLISH)

Vishwambhari Akhil Vishwa Tani Janeta,
Vidhya Dhari Vadanma Vasajo Vidhata;
Door-budhhine Door Kari Sad-buddhi Apo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Bhulo Padi Bhavarane Bhataku Bhavani,
Suzhe Nahi Lagir Koi Disha Javani;
Bhaase Bhayankar Vali Man Na Utapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Aa Rankne Ugarava Nathi Koi Aaro,
Janmaand Chhu Janani Hu Grahi Baal Taro;
Naa Shu Suno Bhagwati Shishu Naa Vilapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Maa Karma Janma Kathni Karta Vicharu,
Aa Shrishtima Tuj Vina Nathi Koi Maru;
Kone Kahu Katthan Yog Tano Balaapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Hoon Kaam, Krodh, Madh Moh Thaki Chhakelo,
Aadambare Aati Ghano Madthi Bakelo;
Dosho Thaki Dushit Na Kari Maaf Paapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Naa Shaashtrana Shravan Nu Paipaan Pidhu,
Naa Mantra Ke Stuti Katha Nathi Kai Kidhu;
Shradhha Dhari Nathi Karya Tav Naam Jaapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Re Re Bhavani Bahu Bhool Thayi Chey Mari,
Aa Zindagi Thai Mane Atishe Akaari;
Dosho Prajaali Sagada Tava Chhaap Chhapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo.
Khaali Na Koi Sthal Chhe Vina Aap Dharo,
Bhrahmandma Anu-Anu Mahi Vaas Taro;
Shakti Na Maap Ganava Agneeta Mapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Paape Prapanch Karva Badhi Vaate Puro,
Khoto Kharo Bhagwathi Pann Hoon Tamaro;
Jadyandhakaar Door Kari Sad-budhhi Aapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.
Sheekhe Sune Rasik Chandaj Ekk Chitte,
Tena Thaki Trividhh Taap Talek Khachite;
Vadhe Vishesh Vali Amba Tana Prataapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo
Shri Sad-guru Na Charanma Rahine Yaju Chhu,
Raatri Dine Bhagwathi Tujne Namu Chhu;
Sad-bhakt Sevak Tana Paritaap Chaapo,
Maampaahi Om Bhagavathi Bhava Dukha Kapo
Antar Vishe Adhik Urmi Thata Bhavani,
Gaun Stuti Tava Bale Namine Mrugaani;
Sansaarna Sakal Rog Samoola Kapo,
Maampaahi Om Bhagavati Bhava Dukha Kapo.