Ramto Bhamto Jaay
GUJARATI LYRICS
રમતો ભમતો જાય , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ઘુમતો ઘુમતો જાય , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
પહેલે તે ગરબે અંબેમાં નીસર્યા..
લળી લળી લાગુ પાય , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
બીજે તે ગરબે બહુચરમાં નીસર્યા..
સાથે છે સખીઓનો સાથ , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ત્રણ ભુવન માં ગરબા ને જોતા ,
દેવો હૈયે હરખાય , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ગરબા ને જોતા બાળકડા આજે ,
ગાંડા ઘેલા થઈ જાય , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ગરબા ને દીવડે સુરજ ને ચંદ્ર ,
અંબેમાં ફરી ફરી ગાય , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
કેશવ ભવાની માં દ્વારે પધાર્યા ,
અભાગી ગુણલા ગાય , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
રમતો ભમતો જાય , આજ માંનો ગરબો ઘુમતો જાય ,
ENGLISH LYRICS
Ramato bhamato jaay , Aaj maa no garbo ghumato jaay ,
Ghumato ghumato jaay , Aaj maa no garbo ghumato jaay ,
Pahele te garbe ambe maa nisarya ….
Ladi ladi lagu paay , Aaj maa no garbo ghumato jaay ,
Bije te garbe bahuchar maa nisarya ….
Sathe chhe sakhiyo no saath , Aaj maa no garbo ghumato jaay ,
Tran bhuvan ma garba ne jota ….
Devo haiye harakhay , Aaj maa no garbo ghumato jaay ,
Garba ne jota badakada aaje ….
Ganda ghela thai jaay , Aaj maa no garbo ghumato jaay ,
Garba ne divade suraj ne chandra ….
Ambe maa fari fari gaay , Aaj maa no garbo ghumato jaay ,
Keshav bhavani maa dware padharya ….
Abhagi gunala gaay , Aaj maa no garbo ghumato jaay ,
Ramato bhamato jaay , Aaj maa no garbo ghumato jaay ,