Skip to content

મા ની મમતા – Saurabh| Top 100 Poems For Mother’s Day

  • by

ABOUT POETRY

“મા ની મમતા” is a Gujarati poem Written by poet Saurabh Manjulaben Joshi. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabd Vandana project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Saurabh Joshi to his mother Mrs. Manjula Jitendra Joshi on the occasion of Mother’s Day 2023.

Poetry Written by: Saurabh Manjulaben Joshi.
Poetry Dedicated to: Mrs. Manjula Jitendra Joshi

મા ની મમતા

મા,તારી આંખોમાં સતત લાગણી વહે છે,
મારી ચિંતા તારા મગજમાં રહે છે.

હું ગુસ્સો કરું તોય તારું સ્મિત જોવા મળે છે,
નિઃસ્વાર્થ પ્રેમ તો બસ તારામાં જોવા મળે છે.

તારા ખોળામાં સમાતો મમતાનો ખજાનો.
તારા સ્પર્શમાં છલકાતો વ્હાલ મજાનો.

દુનિયા સામે દરદ છુપાવી ખોટું હસી શકું છું,
તારી સામે મનને હળવો કરી રડી શકું છું.

તારા ચરણોમાં જ બધા તીરથ ધામ,
હું જપતો રહું સદાય તારું નામ.

“મંજુલા” જ્યારે મારો લાડકો દીકરો કહી બોલાવે,
“સૌરભ”ના જીવનને ખુશીઓથી મહેકાવે.


TO SUBMIT YOUR POETRY CLICK HERE


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES