Skip to content

ગૌ ચાલીસા – Pooja| Top 100 Poems For Mother’s Day

  • by

ABOUT POETRY

Pooja Dharmishta Devendra GOT Ambassador Global Maa Parv

“ગૌ ચાલીસા” is a Gujarati poem by Written poet Pooja Dharmishthaben Devendra. The poem is a part of the “Matru Devo Bhava” poetry compilation book published under the Shabd Vandana project on account of Maa Parv 2023. Maa Parv 2023 is the longest Mother’s Day event in the World. The poetry is dedicated by Pooja Gadhvi to his mother Mrs. Dharmishthaben on the occasion of Mother’s Day 2023.

Poetry Written by: Pooja Dharmishthaben Devendra
Poetry Dedicated to: Mrs. Dharmishthaben Devendra Gadhvi

ગૌ ચાલીસા

જય જય માત ગૌ ગાવલડી, તમ ઉપકૃતિ જગજ માં અપાર.
ધેનુ ચરણે હે! માવલડી, સુખનું અનંતા મોક્ષ ધામ.
ગવરી શુકલ દુગ્ધ ધારિણી,સર્વે સત સુખો ની દાતાર.
જપત સદા નામ વરદાની,ફળ પાવત ચૌ-ધામ સમાન.
ગૌર-પાવન ક્ષેમ,કલ્યાણી,મહી અનંતા અવતરિ માત.
વસુ તનયા અમોલ વસુમતી,કરે ખલકે અઢળક કલ્યાણ.
જે ઘરે રમે ગૌ જનયિત્રી, ખીલત ભાગ-વૈભવ અપાર.
અનુભૂતિ જે સુખદ કરાવી,દેખી વદન પદ્મા અભિરામ.
નવજીવન પ્રાણ પુરનારી, માત ગૌ અમૃત સર્વો પ્રધાન.
હરિ લીધી પીડા અમારી,હસ્તે સ્પર્શી તમ કેતુનાડ.
ગ્રંથે વસે પંચમ સુરભી,નંદી-કામધેનું-કપિલા
નિત્ય કર ગૌશક્તિ ની ભક્તિ,કરે ગૌ મંગલ પાંડુમાત. 
 ગવ છાંયા શીતળ તમારી,અર્પે જીવનમાં અભ્યુત્થાન. 
લાગે તિલક ગૌરજ ધરણી,શોભે મસ્તક ભાનુ સમાન. 
રહે શુધ્ધ તે પાવન અવનિ,પામે પરમ અનંતા ધામ. 
ગુહ્યે  બિરાજી ભાગ્ય લક્ષ્મી,વરસે ધન-ઐશ્વર્ય ઉત્થાન.
સમસ્ત દેવગણો તીર્થાનિ,તેત્રીસ કરોડ જ્યાં નિવાસ.
ભૂ મધ્યે પ્રભુ ધેનુ ચરાવી,છોડયું અતિપ્રિય નિજધામ. 
કાન અવતારે સમજાવી,ગાય સેવા મહિમા અપાર. 
પ્રભુને વ્હાલુ માખણ મિસરી,કરે નિરંતર હરિ પયપાન.
ગૌ દાન ઉત્તમ ફળદાયી,પૂરણ કરે મનોકામના.
રહે અપૂર્ણ સદા યજ્ઞવિધી,ગૌ માત તમ ધૃત હોમ વિના. 
કર્મ શ્રેષ્ઠ ગૌ સેવા નુ અતિ,થાય ન નષ્ટ પુષ્ણ ભવકાળ.
ગૌ સેવા માં પુષ્કળ કિર્તી,કરજો કહે ગોપ ગોપાલ.
રાજ રાજન તમ દિગ વિજયી,ગવ ગૌરક્ષા પરમો પ્રધાન. 
પામે વૃધ્ધિ પ્રવર બુદ્ધિમતિ,પયપાન કરી સ્વર્ણો ક્ષાર. 
માતૃપદે રહે વેદો ની,નહણજો શુચિસમ ગૌ અહન્યા. 
જપતપે પુષ્ટિ આપનારી,દર્શન રોજ માઁ તારા થાય. 
રહે હેમ તણો ગાવલડી,શુધ્ધ સાત્વિક તમ આહાર. 
પાવન જલ ધન્ય તમો થકી,માઁ જગતમાં ઘણા ઉપકાર. 
કરજો જતન બની સુમાળી,અઢળક નિષ્ઠા તેમા અપાર. 
ના કર ઉપેક્ષા અભિમાની,ગૌ ધન માં છે જગત કલ્યાણ.
ગૌ હત્યા દંડ પિડાદાયી,કરે વિનાશ સો પુણ્યો-જાપ.
અર્પે પ્રાણવાયુ કાશ્યપી,પિપલ તુલસી છોડ સમભાવ.
ભાગે રોગ કરે નિરોગી,ગૌમૂત્ર તણી શક્તિ અપાર.
રહો સદા બની અનુરાગી, અખિલ બ્રહ્માંડે અજનો નાદ.
પ્રભુ સૃજતિ સભાવે નિહાળી,સર્પ દોષ નો સાત્વિક નાશ.
પુરાણો માં નિત્ય પુજાણી,વ્હાલાં કેશવ હે! ગોપાલ.
 કહે “મંથના” બન સહાયક, ધેનુ વિના અસંભવ વિકાસ.
કરે સદૈવ ગૌ ચાલીસા,જન પાવે અનંતપદ ધામ.


TO SUBMIT YOUR POETRY CLICK HERE


NOTE: The originality of the poetry is confirmed by the author. The author shall be responsible for any liability.


REFERENCES