Arjun Uvacha: Adhyatmik Jatra | Book Review
ચાલો વાત કરીએ એક પ્રશ્નથી ઉદ્ભવતી યાત્રાની કથા વર્ણવતી પ્રથમ કચ્છી બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ: અધ્યાત્મિક જાત્રા’ વિષે કે જેમાં એક નવ વર્ષની બાળકી વાચાના માનમાં પ્રશ્ન અવતરે છે અને એ પૂછે છે કે “પપ્પા, કિડા આયં કાનો?” ત્યારે તેના પિતા, લેખક ડૉ. કૃપેશ ઠક્કરને એ પ્રશ્ન તેના ભૂતકાળની યાત્રા એ લઈ જાય છે; જ્યારે એણે પણ પોતાના રહસ્યમયી મિત્ર અર્જુન ને પૂછ્યું “ચોને અર્જુન, કિડા આયં કૃષ્ણ?” અને પ્રશ્ન સાથે જ શરૂ થઈ એક એવી અધ્યાત્મિક યાત્રા કે જે ભક્તિ અને જ્ઞાનનાં સોપાનો સર કરતાં કરતાં, સ્વયં જ્ઞાનરૂપીણી શ્રીમદ ભગવદ ગીતાના દિશા નિર્દેશન થી ડૉક્ટરને લઈ જાય છે તે પ્રશ્નના ઉત્તર સુધી. વિસ્મય તો ત્યારે થાય જ્યારે એ જ યાત્રા પર પુત્રી એ નાના નાના પગલાં માંડ્યા હોય! ત્યારે જ તો યોગ્યતા, પાત્રતા અને બૌદ્ધિકતાના આધાર પર એક બાળક સમજી શકે એમ સંપૂર્ણ યાત્રાનું નવીન સ્વરૂપ અને યુવા વિચારધારા સાથે રૂપાંતર થાય છે. જેમાં ચાલતાં ચાલતાં અંતે ત્રણે પ્રવાસીઓ ડૉક્ટર, વાચા અને અર્જુન, એ ‘અહં બ્રહ્મસ્મી’ ના ઉત્તર સુધી પહોંચે છે.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed