‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવથી ઉજવાતા ‘વેલેન્ટાઇન્સ પર્વ’ ની દસમી વર્ષગાંઠ કચ્છમાં ઉજવાઇ
અંજારની સંસ્થા ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિકના અગ્રણીઓ, સ્વયંસેવકો, સાહિત્યકારો અને બાળકો માવતરો સાથે ‘વેલેન્ટાઇન્સ પર્વ’ની દસમી વર્ષગાંઠ ઉજવવા માધાપર ખાતે શ્રી હરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. દસ વર્ષ પહેલાં અમેરિકાથી પરત થયેલા રિસર્ચ સાયન્ટિસ્ટ ડૉ. કૃપેશ ઠક્કર એ વર્ષ ૨૦૧૪માં સૌ પ્રથમ આ પાશ્ચાત્ય દિવસને ‘વસુધૈવ કુટુંબકમ’ ના ભાવ સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં ૭ થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ‘વેલેન્ટાઇન્સ પર્વ’ રૂપે ઉજવી યુવાવર્ગને સનાતન સંસ્કૃતિ તરફ વળવાની પહેલ કરી હતી. જેમાં તેમણે ‘ક્યાં છે કાનો’ આલ્બમ લોન્ચ કરી સીતા-રામ અને રાધા-શ્યામને પ્રેમના આદર્શ પ્રતિક ગણાવ્યા હતાં.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed